કાલોલ: અમૃત વિદ્યાલયમાં નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
કાલોલની સીબીએસઈ અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલય ખાતે નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલું જીવંત ગરબા ગાયન રહ્યું હતું. વિદ્યાર્થીઓના મધુર કંઠે રજૂ થયેલા પરંપરાગત ગરબાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.