જાંબુઘોડા: જાંબુઘોડાના સાદડા ગામે પ્રતિબંધ હોવા છતાં જોરશોરથી DJ વગાડતા બે શખ્સો સામે પોલીસની કાર્યવાહી,10 લાખનો મુદ્દામાલ જપ્ત
જાંબુઘોડાના સાદડા ગામે જાહેર રોડ ઉપર મોડી રાત્રે નિયત ડેસીબલ કરતા વધુ અવાજે ડીજે વગાડી જાહેર જનતાને અવરોધ અને જોખમ ઊભું કરવા બદલ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.પોલીસે તપાસ દરમિયાન આઇસર ટેમ્પાના ચાલક જશવંતભાઈ બારીઆ અને ડીજે ઓપરેટર પ્રદીપભાઈ અરવિંદભાઈ બારીઆને અટકાવી પાસ-પરમિટની માંગણી કરી હતી. આરોપીઓ પાસે કોઈપણ પ્રકારની પરમિટ ન હોવાથી પોલીસે કુલ ₹10 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે