ગાંધીધામ: બી ડિવિઝન પોલીસે કિડાણામાં મહિલાની હત્યા કરનાર આરોપીને ઝડપ્યો
ગાંધીધામના કિડાણા એકતાનગર વિસ્તારમાં તાજેતરમાં બનેલી હત્યાની કે ઘટનામાં "બી" ડિવિઝન પોલીસે સફળતા મેળવી છે. ઘરકામ અને જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં પતિએ પોતાની જ પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી.આ ગંભીર ગુનાના આરોપી અસરફ ઉર્ફે સુમાર અલાના લંઘા (ઉ.વ. 65) ને પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પકડી પાડયો છે.પીઆઈ એસ.વી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.