ઉધના એકેડમી સ્કૂલ પાસે રોડ નંબર 13 પર આવેલા એક મકાનના સ્લેબનો ભાગ અચાનક ધરાશાયી થયો હતો.
▪️ સ્લેબનો ભાગ પડતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
▪️ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
▪️ ઘટનાને પગલે મનપા તંત્ર દ્વારા મકાનને સીલ મારી પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.
▪️ એટલું જ નહીં, GEB દ્વારા પણ મકાનનું વીજ કનેક્શન બંધ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.
**મકાનની સુરક્ષાને લઈને મનપા અને વીજ વિભાગની કાર્યવાહી બાદ હવે આગળ શું?**
#SuratBreaking #Udhna #SuratNews #SMC
Udhna, Surat | Nov 18, 2026