ગાંધીનગર: SOGએ છેતરપીંડી અને બનાવટી દસ્તાવેજના ગુનામાં ૧૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને PDPU નજીક થી ઝડપાયો
ગાંધીનગર એસ.ઓ.જી. પોલીસે ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપીંડી અને બનાવટી દસ્તાવેજના ગુનામાં ૧૨ વર્ષથી નાસતો ફરતો આરોપી નરેશભાઈ ચંદુભાઈ મોચી (ચૌહાણ)ને પકડી પાડ્યો છે. આરોપી ગોવા ખાતે સ્થાયી થઈ સ્પા અને સલુન ચલાવતો હતો. એસ.ઓ.જી. ટીમે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સ આધારે કાર્યવાહી કરી હતી. PDPU. નજીક થી પકડી વધુ તપાસ માટે આરોપીને ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપાયો છે. Fi