ગાંધીનગર: DYSP કચેરની ગેરકાયદેસર વીડિયોગ્રાફી કરી ટોપી પટ્ટા ઉતારી દેવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો
ગાંધીનગર ડીવાયએસપી કચેરીમાં ગેરકાયદેસર રીતે વીડિયોગ્રાફી કરવાનો અને ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવા બદલ કુડાસણના એક શખ્સ વિરુદ્ધ સેકટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે પોતાની ઓળખાણ એડવોકેટ તરીકે આપીને આ શખ્સ દ્વારા અલગ અલગ કચેરી, વિભાગો અને સિવિલ હોસ્પિટલના વીડિયો પણ બનાવી આક્ષેપો કરીને ઈન્સ્ટગ્રામ ઉપર મૂકી સસ્તી પ્રસિદ્ધિ મેળવામાં આવતી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે