ગાંધીનગર: સે-17 ટાઉન હોલ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાની મહત્વની બેઠક યોજાઇ
ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે સમાજસેવા કરનારને રાજનીતિ કરવાનો અધિકાર છે. તેમણે ઉમેર્યું કે રાજકીય વાતો મેળાવડામાં સ્વાભાવિક છે અને સત્તાધારી પક્ષ પાસે પાવર હોવાથી દરેક સમાજ અપેક્ષા રાખે છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું, "અમારા સમાજમાં શિક્ષણ, રોજગાર અને વ્યસન મુક્તિ માટે કાર્ય કરી રહ્યા છીએ." તેમણે દરેક સમાજને રાજનીતિમાં સ્થાન મળવું જોઈએ એવી માંગ પણ વ્યક્ત કરી.