આણંદ શહેર: શહેરમાં અમૃતવાડી ખાતે "કારીગર કાર્નિવલ-2026 નો પ્રારંભ,એક્ઝિબિશન ત્રણ દિવસ ચાલશે,શહેરીજનોને લાભ લેવા અપીલ
કારીગર કાર્નિવલ - ૨૦૨૬ નો શુભારંભ કરવામાં આવ્યો છે.National Skills Foundation of India દ્વારા SAP naa સહયોગ થી આણંદ સ્થિત અમૃતવાડી ખાતે તારીખ ૨૦, માર્ચ ૨૦૨૫ ને શુક્રવારના રોજ " કારીગર કાર્નિવલ -૨૦૨૬"નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાહુલ જુલેગડેકર સાહેબ ( જિલ્લા વિકાસ અધિકારી - નાબાર્ડ ) , અતિથિ વિશેષ તરીકે અલખ નિરંજન વર્મા સાહેબ ( ડાયરેક્ટર - RSETI - Anand), સંસ્થાના નિયામક ડૉ .એન. સાંઈ ક્રિષ્ના સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.