ખંભાત: ખંભાતમાં કિશોરી પર અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવતા યુવક વિરુદ્ધ પોક્સો ગુનો નોંધાયો.
Khambhat, Anand | Jun 29, 2026 16 વર્ષીય કિશોરી પોતાની મોટી બહેનના ઘરે રહેતી હતી. દરમિયાન ભુવેલ ગામના ભાવેશ વિનોદભાઈ મકવાણા નામના 25 વર્ષીય યુવકે તેણીની સાથેના સંપર્ક વધાર્યા હતા અને પોતાની મીઠી-મીઠી વાતોથી તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અવાર-નવાર તેણી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને લઈને કિશોરી ગર્ભવતી બની ગઈ હતી.ખંભાત ગ્રામ્ય પોલીસે પોક્સો એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.