કરજણ: કરજણની શાહ NB સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સેવા સપ્તાહ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ શાહ એન.બી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજરોજ સવારના 10 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સેવા સપ્તાહ અંતર્ગત સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં કરજણના નગરજનોએ સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો.આ કેમ્પમાં જિલ્લા આરોગ્ય વિભાગ ના ડોકટરો દ્વારા સેવા આપવામાં આવી હતી.