કરજણ: કરજણ પંથકમાં દાવતે ઇસ્લામી તેમજ ગરીબ નવાઝ શરીફ ફાઉન્ડેશન ના યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થા દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારત દેશમાં વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે કરજણ દાવતે ઇસ્લામી શાખા તેમજ ગરીબ નવાઝ શરીફ ફાઉન્ડેશન ના યુવાનો દ્વારા કરજણ નગર તેમજ તાલુકાના અન્ય ગામોમાં બપોરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.સાથે સાથે લોકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા આહ્વાન કર્યું હતું.