અંજાર: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તાત્કાલિક રચનાની વિપક્ષની માંગ, નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી
Anjar, Kutch | Aug 5, 2026 અંજાર નગરપાલિકાની નવી બોડી રચાયાને બે મહિના વીતી ગયા હોવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના ન થતા વિપક્ષના ચૂંટાયેલા 9 સભ્યોએ પૂર્વ વિરોધપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેખાને લેખિત રજૂઆત કરી હતી.આ અંગે પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેખાએ શક્ય તેટલી વહેલી તકે સમિતિની રચના કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.