સિહોર: શિહોરમાં પાણીનો મુદ્દો યથાવત. વોર્ડ નંબર એકમાં પાણીનો આવતા મહિલાઓ દ્વારા હોબાળો
શિહોરમાં વર્ષોથી પાણીનો પ્રશ્ન યથાવત છે આ વખતે ચોમાસાની સિઝનની અંદર સિહોરને પાણી પૂરું પાડતું ગૌતમેશ્વર તળાવ જે 17 વાર ઓવરફ્લો થયું છતાં પણ નગરપાલિકાને અળ આવડતના કારણે પાણીની સપ્લાય પૂરતી મળતી ન હોય અથવા તો ફોર્સ થી પાણી ન આવતું હોય જેને લઇ આજે મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં પાણી નહીં મળે તો નગરપાલિકાનો ઘેરાઓ કરીશું તેવું પણ જણાવવામાં આવ્યું હતું