ગાંધીધામ: જવાહરનગરમાં નાળામાંથી જીવતું નવજાત બાળક મળી આવતા ચકચાર
ગાંધીધામના જવાહરનગર વિસ્તારમાં એક નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. નાળામાંથી બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિક મહિલાએ તપાસ કરી હતી, જ્યાં પ્લાસ્ટિકના કોથળામાં લોહીલુહાણ હાલતમાં બાળક મળી આવ્યું હતું. ફરિયાદી સંતોષ હરદયાલ રામ અને તેમના પરિવારે તાત્કાલિક 108 મારફતે બાળકને આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું હતું. ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસે અજાણ્યા માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.