જાંબુઘોડા: જાંબુઘોડા-બોડેલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત,રોંગ સાઇડે આવતી ટ્રકે ટ્રેક્ટરને ફંગોળ્યું, ટ્રેક્ટરના કુરચા બોલી ગયા
જાંબુઘોડા-બોડેલી નેશનલ હાઇવે પર આજે ગુરુવારે વહેલી સવારે એક ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રાજસ્થાન પાસિંગની એક આઇસર ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક રોંગ સાઇડમાં આવીને સામેથી આવતા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો સ્પીડમાં હતો કે ટ્રેક્ટરના કુરચે-કુરચા ઊડી ગયા હતા.