કાલોલ: તાલુકામાં ગેરકાયદે રેતી ખનન સામે મામલતદારનો સપાટો: એક જ દિવસમાં ૫ ટ્રેક્ટર ઝડપી કાર્યવાહી કરી
કાલોલ તાલુકામાં ગેરકાયદે રેતી ખનન અને વહન સામે મામલતદારની ટીમે સઘન કાર્યવાહી હાથ ધરી એક જ દિવસમાં અલગ-અલગ ત્રણ સ્થળેથી ૫ ટ્રેક્ટરો ઝડપી લીધા.અત્રે ઉલ્લેખનીય છે કે દેલોલ, રામનાથ, કંડાચ, સગનપુરા અને બોરુ સહિતના વિસ્તારોમાં ગોમા નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન થતું હોવાની લોકબૂમો ઉઠી રહી છે. ત્યારે આવા વિસ્તારોમાં પણ સઘન તપાસ કરી ગેરકાયદે ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી રહી છે.