કાલોલ: સેટકો કંપની દ્વારા અનુસૂચિત જાતિના ખેડૂતની જમીન પર કથિત ગેરકાયદે કબ્જો હોવાના આક્ષેપ : ન્યાય માટે પ્રતીક ઉપવાસની ચીમકી
આજરોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના કાતોલ ગામે આવેલી સેટકો ઓટો સિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા અનુસૂચિત જાતિના ખેડૂતની જમીન પર કથિત રીતે ગેરકાયદેસર કબ્જો જમાવી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. સરકારી હુકમથી ખેતી માટે સોંપાયેલી જમીન પર કબ્જો મેળવવા અને ન્યાય મેળવવા માટે પીડિત ખેડૂતે મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં આવેદન આપી કંપનીના ગેટ સામે ગાંધીચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.