આજે તારીખ 25 મે બપોરે 1 કલાકે ખેતા ટીંબી તરફથી આવી રહેલ ટેમ્પો રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા 6 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી, સદ નસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી, પરંતુ રિક્ષાને ભારે નુક્સાન થવા પામ્યું હતું , ગામ લોકો દ્વારા રિક્ષાને બહાર કાઢવા તજ વીજ હાથ ધરી હતી.