સિહોર: શિહોરના હેલીપેડ ગ્રાઉન્ડમાં પડેલા કચરામાં અસહ્યગરમીના કારણે આગ. ફાયર ની ટીમ ઘટના સ્થળે
અસહ્ય ગરમી અને તડકાના પ્રકોપ વચ્ચે સિહોરમાં દિન પ્રતિદિન વધી રહેલા આગ ના બનાવો આજરોજ તારીખ 25 4 2026 ના બપોર બાદ સિહોર નગરપાલિકા ફાયર વિભાગને જાણ મળી હતી કે સિહોર ના રાજકોટ રોડ પર આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પડેલા એક મોટા કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી આ બાબતની જાણ સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અંદાજિત 5000 લીટર પાણીનો છટકાવ કરી અને એક કલાકની મહેનત બાદ આગ આગળ વધે તે પહેલા કાબુ મેળવી લીધો હતો