અંજાર: સીનુગ્રા સીમ વિસ્તારમાં જુગારધામ પર પોલીસનો દરોડો : ₹77.32 લાખનો મુદ્દામાલ જપ્ત, 11 જુગારીઓ ઝડપાયા
Anjar, Kutch | May 27, 2026 અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં ચાલી રહેલા જુગારધામ પર અંજાર પોલીસે સફળ રેડ પાડી કુલ રૂપિયા ૭૭,૩૨,૯૩૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર રમતા 11 આરોપીઓ ભીમજી વાલજીભાઈ વાણીયા, ભાવિન રમણીકભાઈ વાણીયા , રજાક મામદ જુણેજા,અલીશા કાસમશા શેખ, આમદશા હનીફશા શેખ, મજીદ હનીફશા શેખ, મયુદીન સુમારશા શેખ, સોયબ ઉમરશા શેખ, હિતેશ પ્રેમજી સોરઠીયા, જુસબશા જમનશા શેખ અને ઓસમાણશા ઈબ્રાહિમશા શેખને ઝડપી પાડ્યા છે.