ગાંધીધામ: એ-ડિવિઝન પોલીસે પ્રોહી મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપ્યો
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે મળેલી બાતમીના આધારે ગાંધીધામ ખાતે દરોડો પાડી મોહિત ઉર્ફે લાંબો શ્યામલાલ મહેશ્વરીને ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ. 50,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.