ગાંધીધામ: મનપાને મળ્યા ઇતિહાસના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયર
નવી રચાયેલી ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મુખ્ય હોદ્દેદારોની આજે સત્તાવાર વરણી કરવામાં આવી છે. ગાંધીધામ મનપાના ઇતિહાસના પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણીના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન જરુની પસંદગી કરાઈ છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેજસ સેઠ, શાસક પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને મનપાના દંડક તરીકે સુરેશ ધુઆની વરણી કરવામાં આવી છે.