ખંભાત: ખંભાત-ધર્મજ રોડ પર બાઈકને એક સાઈડ બેસીને ચલાવતા યુવકનો વીડિયો વાયરલ
ખંભાત-ધર્મજ રોડ પરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બાઈક સવાર યુવક ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતો જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક પોતાની મોટરસાઈકલ પર સામાન્ય રીતે બેસવાને બદલે એક તરફ બેસીને ખૂબ જ જોખમી રીતે વાહન ચલાવી રહ્યો છે. ચાલુ રસ્તા પર આ પ્રકારના સ્ટંટ કરવાથી માત્ર પોતાની જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકોની સુરક્ષા માટે પણ મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.