પોલિએસ્ટર ફિલ્મ અને યાર્નના ભાવ 35 ટકા વધતા ઉદ્યોગકારોને શોર્ટ સપ્લાયની મુશ્કેલી, સરકાર પાસે રજુઆત
સુરતના ઉદ્યોગકારો માટે મોંઘવારી સાથે હવે શોર્ટ સપ્લાયની પણ મુશ્કેલી ઊભી થઈ છે. પોલિએસ્ટર ફિલ્મ અને યાર્નના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં 30થી 35 ટકાનો વધારો થયો છે, પરંતુ ભાવ વધારા છતાં જરૂરી રો-મટીરિયલનો સમયસર સપ્લાય મળી રહ્યો નથી. તહેવારો અને લગ્નસરાની સીઝન નજીક હોવાના કારણે જો આ સ્થિતિ યથાવત રહેશે તો ઉદ્યોગકારોને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. આ સમગ્ર મામલે સેજતા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દરમિયાનગીરીની માંગ કરવામાં આવી છે..
.
.
.
.
.
.
.
.
#polyster #film #yarn #shortsupply #government #surat #ssknews
Udhna, Surat | Aug 24, 2026