કાલોલ: દીવાનની વાડી પાણીના સંપમાં હાડકાં મળતાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરી THO એ આપી પ્રતિક્રિયા
આજરોજ બપોરે બે કલાકે મળતી માહિતી મુજબ કાલોલ નગરના દિવાનની વાડી સ્થિત જૂના પાણીના સંપની સફાઈ દરમિયાન હાડકાં અને હાડપિંજર મળી આવતાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો છે.આરોગ્ય વિભાગે સંપના પાણી અને અગાઉના પાણીના સેમ્પલ લીધા હતા. પ્રાથમિક તપાસમાં કલોરીનનું પ્રમાણ નહિવત હોવાનું સામે આવ્યું છે. TDS સહિતના જરૂરી ટેસ્ટ માટે સેમ્પલ ગોધરા લેબમાં મોકલાયા છે.