અંજાર: ટાઉન વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ શખ્સોને અંજાર પોલીસે ઝડપ્યા
Anjar, Kutch | Apr 8, 2026 અંજાર પી.આઈ. એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ લક્ષ્મી ટોકીઝ પાછળ કોલીવાસમાં રેઈડ પાડી પોલીસે ગંજીપાના વડે જુગાર રમતા ત્રણ શખ્સો શનિ રમેશભાઈ ડોડીયા, નુરશા અલીશા શેખ અને અજીજ ઉર્ફે હુશેનઅલી હારૂનભાઈ સઠીયાને ઝડપી પાડયા છે. ઝડપાયેલ આરોપીઓ પાસેથી કુલ ₹20,200ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.