કાલોલ: સ્વદેશી મેળામાં ફાયર સેફ્ટીના અભાવના આક્ષેપો!25થી 30 સ્ટોલ અને વિવિધ રાઇડ્સ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
આજરોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ નગરપાલિકા દ્વારા શહેરના બગીચામાં સાત દિવસ માટે આયોજિત સ્વદેશી મેળામાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે.મેળામાં 25થી 30 જેટલા અલગ-અલગ સ્ટોલની સાથે વિવિધ રાઇડ્સ પણ લગાવવામાં આવી છે. સાંજ પડતાં જ મોટી સંખ્યામાં લોકો પોતાના બાળકો સાથે મેળાની મુલાકાતે આવતા હોય છે. ત્યારે લોકોની સુરક્ષાને લઈને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે નહીં તે તપાસનો વિષય બન્યો છે.