અંજાર: લગ્નની લાલચ આપી યુવતી પર વારંવાર દુષ્કર્મઃઆરોપી વિરુદ્ધ ગુનો દાખલ
Anjar, Kutch | Aug 2, 2026 મળતી માહિતી અંજારમાં રહેતા ૨૮ વર્ષીય યુવતીને અંજારમાં રહેતા શખ્સ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આરોપીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી.વર્ષ ૨૦૨૧ થી અવારનવાર આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ અંજાર મધ્યે તેમજ સુરત ખાતે ભાડાના મકાનમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા.યુવતી દ્વારા લગ્ન અંગે પૂછપરછ કરાતાં આરોપીએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે પીડિત યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.