ખંભાત: બોગસ મેડિકલ ડિગ્રી સર્ટી બનાવનાર આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ, MP અને હરિયાણાના મુખ્ય આરોપી ઝડપાયા
Khambhat, Anand | Jun 24, 2026 બોગસ સર્ટી બનાવનાર આંતરરાજ્ય ગેંગના બે ઈસમોને ખંભાત રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસ તપાસમાં આ કૌભાંડમાં આંતરરાજ્ય કનેક્શન હોવાનું બહાર આવ્યું હતું. અર્જુનભાઈ મકવાણાએ આ બોગસ સર્ટિફિકેટ મધ્યપ્રદેશના રાજેન્દ્ર નંદકિશોર વ્યાસ પાસેથી મેળવ્યું હતું. ત્યારબાદ પોલીસે મધ્યપ્રદેશના દેવાસથી રાજેન્દ્ર નંદકિશોર વ્યાસની ધરપકડ કરી હતી.તેની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હરિયાણાના સિરસા ખાતે રહેતા વિજયપાલ છગનલાલ વર્માએ આ બોગસ ડિગ્રી બનાવવામાં મદદ કરીછે.