ગાંધીધામના કાર્ગો યાદવનગર વિસ્તારમાં વીજ કરંટ લાગવાની ગંભીર ઘટનામાં બે ગૌવંશના કરુણ મોત નિપજ્યાં છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે,કારણકે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વીજ કંપનીને આ જોખમી પરિસ્થિતિ અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવતુંનથી.લોકોએ તાત્કાલિક ધોરણે આ ખુલ્લી વીજ લાઈનો અથવા જોખમી જોડાણોનું સમારકામ કરવાની માંગ કરી છે.