સિહોર: શિહોર ગોતમેશ્વર રોડ પાસે થયેલી તાંબાને વાયર ની ચોરીના આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી પાડતી પોલીસે
બે દિવસ અગાઉ શિહોરના ગોતમેશ્વર રોડ પાસે આવેલા સાકેદત ધામ પાસે રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો રૂપિયા 70,000 નો માલ પતરા તોડી અંદર પ્રવેશી લઈ ગયેલા હોય જેની પોલીસ ફરિયાદ ગઈકાલે થાતા ગણતરીની કલાકમાં શિહોર પોલીસ દ્વારા રિક્ષા સાથે મુદ્દા માલ કબજે કરી બે લોકોને ઝડપી પાડેલ છે ઝડપાયેલા અલ્ફાઝ અને ઝાહિદ બંને રહેવાસી ઘાચી વાડ સિહોરના ઝડપી પાડેલ છે