કાલોલ: કાલોલથી શ્રીનાથદ્વારા માટે નીકળી બીજી ‘પુષ્ટિ પથ પદયાત્રા’, વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ
કાલોલથી શ્રીનાથદ્વારા સુધીની બીજી ‘પુષ્ટિ પથ પદયાત્રા’ શરૂ થઈ છે. મહારાજશ્રી કુંજેશકુમારજીના આશીર્વાદ સાથે કાલોલ, આણંદ, ઉમરેઠ અને વડોદરાના વૈષ્ણવો યાત્રામાં જોડાયા છે. પદયાત્રીઓ ૨૪ નવેમ્બરે શ્રીનાથજી મંદિરે ધ્વજાજી અર્પણ કરશે.