સિહોર: અંતે સિહોર ગૌતમેશ્વર તળાવમાંથી અદનાન નામના યુવકની લાશ મળી
આજરોજ સિહોરના ગૌતમેશ્વર તળાવમાં બપોરના સમયે ડૂબવાની ઘટના બની હતી ત્યારે ફાયર ની ટીમ દ્વારા શોધખોળ ચાલુ હતી ત્યારે અદનાન ઇમરાન ભાઈ સોરઠીયા ઉંમર વર્ષ 23 ની લાશ મળી આવી હતી પ્રાથમિક માહિતી મુજબ આર્થિક સંકળામણને લઈ આપઘાત કર્યો હોય તેવું તારણ સામે આવ્યું છે શિહોર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ વધુ તપાસ શિહોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે