આવો, ગુજરાતના પ્રત્યેક ઘરમાં પ્રગટાવીએ આશીર્વાદનો દીવો..
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના રાષ્ટ્રસેવા અને સુશાસનના અવિરત 25 વર્ષ આગામી 7 ઓક્ટોબરે પૂર્ણ થઈ રહ્યા છે.
'રાષ્ટ્ર પ્રથમ, જનસેવા સર્વોપરી'ના મંત્ર સાથે મોદીજીએ પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું છે. આવો, તેઓના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ આપણે સૌ તેમના પ્રત્યે સ્નેહ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાંજે 7 વાગે પોતાના ઘરમાં 'આશીર્વાદનો દીવો' પ્રગટાવીએ અને તેમના દીર્ઘાયુની મંગલકામના કરીએ.
આ દીવો આપણા સૌના અતૂટ વિશ્વાસનો દીવો બનશે, જે 'વિકસિત ભારત @ 2047' અને 'વિકસિત ગુજરાત'ના નિર્માણનો માર્ગ વધુ તેજસ્વી બનાવશે.
#narendrmodi #modi #bhupendrpatel