ગણેશ મહોત્સવ અને નવરાત્રીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ઝોન-7 ડીસીપી શિવમ વર્માના નેતૃત્વમાં જુહાપુરા વિસ્તારમાં સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધરાયું હતું. ઝોન-7 LCB તેમજ વેજલપુર અને સરખેજ પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું. કોમ્બિંગ દરમિયાન અંદાજે 300થી વધુ ગુનેગારો અને શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજિક તત્વો પર અંકુશ રહે તે મુખ્ય હેતુ છે. અમદાવાદ પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે માટે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.
#AhmedabadPolice #Juhapura #PoliceChecking #FestivalSecurity #LawAndOrder #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Sep 16, 2026