સુરતમાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે. હવે બોગસ ડોક્ટરોને દવાઓ સપ્લાય કરનારા કેમેસ્ટ વેપારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. ફૂડ એન્ડ ડ્ર*ગ્સ વિભાગે સુરતના કેમેસ્ટ એસોસિએશનને સૂચના આપતાં ડોક્ટરને દવા સપ્લાય કરતાં પહેલાં તેમનું રજિસ્ટ્રેશન અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત બનાવ્યું છે.
સુરત SOG પોલીસ અને ફૂડ એન્ડ ડ્ર*ગ્સ વિભાગની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી બોગસ ડોક્ટરો સુધી દવાઓનો પુરવઠો અટકાવી શકાય.
[Surat News, Fake Doctors, SOG Police, Food And D*rugs Department, Medical News, Gujarat News, Breaking News]
Udhna, Surat | Oct 28, 2026