સિહોર: જૂના સિહોર પાસે અકસ્માત, ટ્રેક્ટર માંથી ડ્રાઇવિંગ કરતા સીટ પડી જતા ટ્રેક્ટર સાથે અથડાતા મોત
સિહોર ના સરગામ ખાતે રહેતા હરેશભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમના મોટાભાઈ લક્ષ્મણભાઈ ઉંમર વર્ષ ચાલીસ જેવો ટેકટર લઈ માટી નો ફેરો ભરવા જતા હોય ત્યારે અચાનક ટ્રેક્ટરની સીટ ઉપર ડ્રાઇવિંગ કરતા હોય અને ટ્રેક્ટર ની સીટ છે જે નીકળી જતા તેઓ નીચે ભટકાઈને પડતા ટ્રેક્ટરનો વ્હીલ ઉપર ચડી જાતા તેઓનો ઘટના સ્થળે જ મોત નીપજેલું તેઓને 108 મારફત સિહોરની સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરેલા હતા