ગાંધીધામ: પૂર્વ કચ્છ પોલીસે NDPS ગુનામાં આરોપીની ₹22.31 લાખની મિલકત જપ્ત કરી
માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ જેવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે SAFEMA/NDPSA મુંબઈના આદેશના આધારે NDPS કેસના આરોપી પિન્ટુ વૈદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવની કુલ અંદાજિત ₹22.31 લાખની સ્થાવર અને જંગમ મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.