**સુરતમાં લૂંટારુઓ બેફામ! એક જ રાતમાં 5 સ્થળે લૂંટની ઘટનાઓથી ફફડાટ!**
સુરત શહેરમાં વહેલી સવારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ લૂંટનો આતંક મચાવ્યો!
▪️ એક જ રાતમાં અલગ-અલગ વિસ્તારોમાં 5 લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની વિગતો.
▪️ વરાછા, મહિધરપુરા અને કતારગામ સહિતના વિસ્તારોમાં રાહદારીઓ અને વાહનચાલકો બન્યા નિશાન.
▪️ લૂંટ દરમિયાન પ્રતિકાર કરનાર લોકો પર ચાકુ વડે હુમલો કરી મોબાઈલ લૂંટી ફરાર થયા.
▪️ વરાછાના શિવપાર્ક અને લાભેશ્વર, મહિધરપુરાની આયુર્વેદિક કોલેજ અને સુમુલ ડેરી રોડ તેમજ કતારગામ ગજેરા સર્કલ પાસે બનાવો.
▪️ ઈજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલ ખસેડાયા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દોડતી થઈ. CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી.
**સવાલ એ છે કે સુરતમાં રાત્રિના સમયે નાગરિકોની સુરક્ષા કેટલી સલામત? એક જ રાતમાં પાંચ લૂંટની ઘટનાઓ પોલીસ માટે મોટો પડકાર!**
#Surat #SuratCrime #Robbery #SuratPo
Udhna, Surat | Nov 19, 2026