અંજાર: દુધઈ પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ જનજાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમો યોજાયા
Anjar, Kutch | Aug 7, 2026 દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા નવાગામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે ટ્રાફિક અવેરનેસ તથા સાઇબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, માર્ગ સલામતી અંગે જાગૃત રહેવા તેમજ સાઇબર ક્રાઇમથી બચવા માટે જરૂરી સાવચેતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત જખ દાદા ગૌશાળા, જૂની દુધઈ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.