ખાનપુર: ખૂટેલાવ-ભાદર ડેમ જ્યોતિગ્રામ લાઈનમાં 4.5 કિમી કેબલ બદલાયુ, વીજ સમસ્યા મેળવી કાયમી ઉકેલ
બાકોર સબ ડિવિઝન હેઠળ ખુટેલાવ અને ભાદર ડેમ ના જ્યોતિગ્રામ લાઈન પર 4.5 કિમી જૂના ઓપન કંડક્ટરના બદલે ઇન્સ્યુલેટેડ કેબલ લગાવવામાં આવ્યો. MGVC ની ટીમે ત્વરિત કાર્ય કરી વીજ ફોલ્ટની સમસ્યાનું સમાધાન કર્યું છે. સ્થાનિકો વ્યવસ્થિત વીજ પુરવઠા માટે પ્રશંસા કરી રહ્યા છે.