અંજાર: દુધઈ પોલીસની સફળ કાર્યવાહી:પોક્સો કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
Anjar, Kutch | Jun 16, 2026 દુધઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો એક્ટ અને શરીર સંબંધિત ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી કમલેશ રમેશભાઈ પગીને ગણતરીના દિવસોમાં પકડી પાડયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડીયાના માર્ગદર્શન હેઠળ હ્યુમન રિસોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.