ખંભાત: ખંભાત તાલુકાના ઉંદેલ ગામના બંધ મકાનના નકૂચા તોડીને તસ્કરો 1.44 લાખની મત્તા ચોરી ફરાર
Khambhat, Anand | Jul 28, 2026 ખંભાત તાલુકાના ઉંદેલ ગામે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ એક બંધ મકાનના નકૂચા તોડીને અંદર પ્રવેશ કરી તિજોરી તેમજ કબાટમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળીને કુલ 1.44 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.