ખંભાત: ખડોધી ગામના વાંટાપુરા ખાતે રહેતી 20 વર્ષીય યુવતી લાપતા થઇ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી
ખંભાત તાલુકાના ખડોધી ગામના વાંટાપુરા ખાતે રહેતી 20 વર્ષીય હિરલબેન રમણભાઈ ચૌહાણ ઘરેથી નીકળી હતી. અને તેણી કોઈ કારણોસર ક્યાંક લાપતા થઇ જવા પામી હતી.જેથી પરિવારજનોએ આસપાસ તેમજ સગાવ્હાલાઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ યુવતીનો કોઈ અતો પતો લાગ્યો ન હતો.આખરે પરિવારજનોએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પરિવારની ફરિયાદના આધારે જાણવાજોગનો નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.