ધંધુકા: ધંધુકાના ચાર ખેડૂતોની ગેરકાયદેસર અટકાયત,ઢોરમાર અંગે ગુજરાત હાઇકોર્ટે 9 લોકોને નોટિસ ભટકારી.
*ધંધુકાના ચાર ખેડૂતોની ગેરકાયદેસર અટકાયત,ઢોરમાર અંગે ગુજરાત હાઇકોર્ટે 9 લોકોને નોટિસ ભટકારી.* ધંધુકાના ચાર ખેડૂતોની ગેરકાયદેસર અટકાયત કરી ધોધમાર મારી અને હાથ બાંધી જાહેરમાં સર્કસ કાઢવાના ગંભીર આક્ષેપ સાથે દાખલ થયેલી પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટર સહીત 9 કર્મચારીઓને નોટિસ ભટકારી છે. જસ્ટિસ સંજય ગોડા અને જસ્ટિસ જે.એલ ઓડેદરાની બેંચે પોલીસ સ્ટેશન સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા તેમજ મેડિકલ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.