ખંભાત: ખંભાત ડેપો સહીત અન્ય ગુજરાત રાજ્યની ડેપોમાં 2.16 લાખની ઓનલાઇન ટિકિટ કૌભાંડમાં ચાર વર્ષથી ફરાર આરોપીઓ ઝડપાયા.
વર્ષ 2022ના જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ખંભાત ડેપોની 37,354 રૂપિયાની 126 ટિકિટો ઓનલાઇન બુકીંગ કરાવ્યા બાદ કેન્સલ કરાવી હતી.જ્યારે ઓક્ટોબર 2019થી એપ્રિલ 2022 દરમિયાન ગુજરાતના અન્ય ડેપોની 1,78,758 રૂપિયાની 229 ટિકિટો બુકીંગ કરાવ્યા બાદ કેન્સલ કરાવી હતી.આમ, કુલ 2,16,212 રૂપિયાની 358 ટિકિટોનું બુકિંગ કરી, તેને કેન્સલ કરાવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું.પ્રહર્ષ ઉર્ફે મુન્નાભાઈ ભરતભાઈ ડીંડોર, મીરાન મહંમદ સફી છીપા, મહેશ અગ્રવાલ ઝડપાયા છે.