બારડોલી: બારડોલીની કોલેજ ની ઉર્વશી ગામીત ખેલ મહાકુંભમાં ઝળકી
( ૩૪.૮૯ મીટર સુધી ભાલો ફેંકી બ્રોન્ઝ મેડલ મેળવ્યો )
Bardoli, Surat | Feb 11, 2026 નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત રાજ્ય કક્ષા ની ભાલા ફેંક હરિફાઈ માં ૩૪.૮૯ મીટરના અંતર સુધી ભાલો ફેંકી તેણે તૃતીય ક્રમ મેળવી બ્રોન્ઝ મેડલ પોતાનના નામે કર્યો છે. તેની આ સફળતા આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવા માંગતી અન્ય વિધાર્થિનીઓ માટે પણ એક મોટી પ્રેરણા સાબિત થશે. આ પૂર્વે વીર નર્મદ દક્ષિણ ગુજ. યુનિ. ના વાર્ષિક રમતોત્સવ માં તેણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ખેલ મહાકુંભ’ રાજ્યના લાખો યુવાનોને પ્રેરણા આપ