બારડોલી: બાબેન નજીક માર્ગ અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત
Bardoli, Surat | Feb 11, 2026 બાબેન ગામની હદમાં ઉમરાખ કોલેજની સામે મોતાથી બારડોલી જતા રોડ પર ટાટા એસ (છોટા હાથી) ટેમ્પાએ મોપેડને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલક અનિષભાઈ નાઓને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ૧૦૮ દ્વારા બારડોલી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. આ અંગે બારડોલી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી છે