અંજાર: સાયબર ક્રાઈમ અને નશા વિરોધી જાગૃતિ માટે રતનાલ અને અંજારની શાળાઓમાં સેમિનાર યોજાયા
Anjar, Kutch | Aug 6, 2026 પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી. શાખાના સંયુક્ત ઉપક્રમે સરકારી સ્કૂલ રતનાલ તથા એલિઝાબેથ સ્કૂલ, અંજારમાં સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ સેમિનાર યોજાયા.સેમિનારમાં વિદ્યાર્થીઓને એ.એસ.આઇ ગોપાલભાઈ દ્વારા સાયબર ક્રાઈમ અને વ્યસનથી થતા ગંભીર નુકસાન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં સરકારી સ્કૂલ ખાતે અંદાજે 350 તથા એલિઝાબેથ સ્કૂલ, અંજારમાં અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા