કાલોલ: પાલિકાના 46 પેન્શનરો 12 માસથી પેન્શનથી વંચિત,રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા 10 ઓગસ્ટથી પાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ
આજરોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ કાલોલ નગરપાલિકાના આશરે ૪૬ નિવૃત્ત પેન્શનરોને છેલ્લા ૧૨ મહિનાથી પેન્શનના નાણાં નહીં મળતા ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ૨૨ મહિનાનું મળવાપાત્ર મોંઘવારી ભથ્થું પણ બાકી હોવાના આક્ષેપ સાથે નિવૃત્ત પેન્શનરોએ સોમવાર, તા. ૧૦ ઓગસ્ટથી કાલોલ નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ શરૂ કરી વિરોધ નોંધાવ્યો છે.